બનાસકાંઠાના 12 ગામો આજે પણ નેટવર્ક વિહોણા: વહીવટી તંત્ર દ્વારા 13 મતદાન મથકો ઉપર સંપર્ક માટે વાયરલેશ વોકિટોકી સેટ ગોઠવાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના 12 ગામો આજે પણ નેટવર્ક વિહોણા

અમીરગઢ અને દાંતા તાલુકાના પહાડીઓમાં આવેલ ગામોમાં મોબાઈલ નેટવર્ક પકડાતું નથી: બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે  વિવિધ પક્ષના ઉમેદવારો અને તેમના ટેકેદારોએ પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવી દીધી છે. બીજી બાજુ,જિલ્લાનું વહીવટી તંત્ર પણ ચૂંટણી સુખરૂપ સંપન્ન કરવા આદરેલી તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે.ત્યારે જિલ્લાના અરવલ્લીની પહાડીઓમાં આવેલ દાંતા અને અમીરગઢ તાલુકાના 12 ગામોના 13 મતદાન મથકો એવા છે. જે અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં હોવાથી  મોબાઈલ ટાવર બિલકુલ પકડાતું નથી. જેના લીધે બનાસકાંઠા જિલ્લાનું ચૂંટણી તંત્ર દર વર્ષે લોકોના સંપર્ક માટે વાયરલેસ ગોઠવીને સમગ્ર ચૂંટણી સફળતા પૂર્વક પાર પાડે છે.

આગામી 7 મી મે એ યોજાનાર લોકસભા ચૂંટણી પ્રક્રિયાને સુખ- શાંતિપૂર્ણ માહોલમાં પાર પાડવા તંત્ર દ્વારા જુદા જુદા આયોજનો થઈ રહ્યા છે.જો કે જિલ્લાના દાંતા અને અમીરગઢ વિસ્તારના રાજસ્થાન સરહદને અડિને અરવલ્લીના પહાડોમાં આવેલ કેટલાક વિસ્તારોમાં અસરકારક મોબાઈલ સંપર્ક સૌથી મોટો પડકાર છે. જેનો આઝાદીને દાયકાઓ બાદ પણ ઉકેલ આવ્યો નથી. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જ્યાં મોબાઈલ ટાવરની ફ્રિકવન્સી અસરકારક નથી.તેવા વિસ્તારને શેડો એરિયામાં સમાવાયા છે ચૂંટણી વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શેડો એરિયાને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જો કે દર વખતની જેમ આ વખતે પણ વાયરલેશ વોકીટોકી સેટ ગોઠવીને અસરકારક સંપર્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. એ માટે અલાયદો સ્ટાફ પણ ફાળવવામાં આવશે. આ વખતે પણ આ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.જેથી મોબાઈલનું નેટવર્ક ન હોય તો વાયરલેશ મેસેજથી પણ સંપર્ક કરી શકાશે.

કયા ગામોમાં નેટવર્ક નથી? : કરમદી,ખાટીચીતરા, રબારણ,ઉપલા ઘોડા, ડાભચીતરા,રાણપુર,ઘરેડા,શિયાવાડા,રૂપવાસ,જેલાણા, ચોકીબાર અને ચોરી

પ્રચાર ઝુંબેશને ગરમીનું ગ્રહણ: જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ઉમેદવારો અને તેમના ટેકેદારો ગામડાં ખૂંદી રહ્યા છે પરંતુ ભીષણ ગરમીના કારણે સભાઓ ખાલી જાય છે જ્યારે રાત્રે ચૂંટણી પંચની સમય મર્યાદા નડે છે. તેથી ઉમેદવારો અને તેમના ટેકેદારો વધુને વધુ લોક સંપર્કને મહત્વ આપી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.