બનાસકાંઠા લોકસભા સીટ પર 12 ઉમેદવારો જંગે મેદાનમાં 14 ઉમેદવારો પૈકી 2 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી

બનાસકાંઠા
બનાસકાંઠા

મહિલા અપક્ષ ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું: બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં 14 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી. જોકે,  ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લા દિવસે. ત્યારે 2 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા બનાસકાંઠા લોકસભા સીટ પર હવે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ હતો. ત્યારે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. જેમાં થરાદના અપક્ષ ઉમેદવાર શામજી ભાઈ પટેલ અને જયશ્રીબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. જોકે, એક જ સમાજના હોઈ ઘર્ષણ ટાળવા ભાજપના ઉમેદવારના સમર્થનમાં ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હોવાનું અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા સીટ પર હવે માન્ય રાષ્ટ્રીય પક્ષના 03, અન્ય રાજકીય પક્ષના 03 અને 06 અપક્ષ ઉમેદવારો મળીને કુલ 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હોવાનું જિલ્લા કલેકટર એવમ જિલ્લા ચૂંટણી અધિકારી વરુણ કુમાર બરનવાલે જણાવ્યું હતું.

આમ, બનાસકાંઠા લોકસભા સીટ પર હવે ચિત્ર સ્પષ્ટ થતા એક ડઝન ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવશે. જેમાં મુખ્ય જંગ તો ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે ખેલાશે.

બનાસકાંઠા સીટ પર ડઝન ઉમેદવારો

(1)ગેનીબેન ઠાકોર- કોંગ્રેસ.

(2)માનસુંગભાઈ પરમાર- બસપા.

(3)રેખાબેન ચૌધરી- ભાજપ.

(4)જશુભાઈ ગમાર- ભારત આદિવાસી પાર્ટી.

(5)પટેલ પિયુષભાઈ કરસનભાઈ-  ભારતીય યુવાજન એકતા પાર્ટી.

(6)પ્રવિણ ઈશ્વરભાઈ ચૌહાણ- સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી.

(7)ઇબ્રાહિમભાઈ પરસાણી – અપક્ષ.

(8)ચેતનકુમાર કે.ઓઝા- અપક્ષ.

(9)પરમાર છગનચંદ્રરાજ- અપક્ષ.

(10)બાજગ લશાભાઈ લવજી ભાઈ- અપક્ષ.

(11)રાઠોડ માવજી ભેમાજી- અપક્ષ.

(12)શ્રીમાળી અશોકભાઈ. બી. – અપક્ષ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.