પાલનપુરના જનતા નગર ટેકરા પાસેથી જુગારીયા ઝડપાયા રૂ.12,080 ની રોકડ રકમ સાથે 11 જુગારીયા ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર જનતાનગર ટેકરા પાસે ઘરની ખુલ્લી ઓસરીમાં ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસે રેડ કરી હતી. જેમાં 11 જુગારીયાઓને રૂ.12,080ની રોકડ રકમ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે,પાલનપુર જનતા નગર ટેકરા ઉપર રહેતા જહાંગીર ખાન હમીદખાન પઠાણવાળો પોતાના ઘરની ઓસરીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમોને બેસાડી ગંજીપાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે પંચો સાથે સદરહું હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતાં ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા કુલ-૧૧ (અગિયાર) ઈસમોને જુગાર સાહિત્ય તથા રોકડ રૂ.12080/- સાથે ઝડપી લઈ પાલનપુર શહેર પુર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બોક્ષ : ઝડપાયેલા આરોપીઓ

(૧) જહાંગીરખાન હમીદખાન જાતે પઠાણ રહે.પાલનપુર જનતા નગર ટેકરા ઉપર મસ્જીદ પાસે

(૨) યુનીસખાન હમીદખાન જાતે પઠાણ રહે.છાપી મકાન નં.૩૧૦ મોમીનનગર છાપી હાઈવે પેટ્રોલપંપની પાછળ

(૩) મોહસીન ઐહમદભાઈ જાતે ચુનારા, રહે.પાલનપુર જનતાનગર ટેકરા ઉપર મસ્જીદ પાસે

(૪) જુબેરભાઈ આબીદભાઈ જાતે સીપાઈ, રહે.જનતાનગર ફકીરવાસ પાલનપુર

(૫) સદામહુસેન ઉર્ફે લાલો એહમદભાઈ જાતે ચુનારા રહે.જનતાનગર ટેકરા ઉપર મસ્જીદ પાસે પાલનપુર

(૬) અઝરુદીન અલીહુસેન જાતે ચૌહાણ રહે.જનતાનગર ટેકરા ઉપર મસ્જીદ પાસે પાલનપુર

(૭) ઈમરાનભાઈ અસરફભાઈ જાતે સલાટ રહે.પાલનપુર ભક્તોની લીમડી ઈમામખાના પાસે

(૮) કાદરખાન જાફરખાન જાતે બલોચ રહે.પાલનપુર જુમા મસ્જીદ પાસે ખોડાલીમડા

(૯)ઈસ્માઈલ નુરમહંમદ જાતે બેલીમ રહે.પાલનપુર જનતાનગર ટેકરા મસ્જીદ પાસે

(૧૦) નાસીરખાન બસીરખાન જાતે જમાદાર રહે.પાલનપુર જનતાનગર ટેકરા મસ્જીદ પાસે

(૧૧) લતીફભાઈ અબ્દુલભાઈ જાતે બેલીમ રહે.નીઝામપુરા વ્હોરવાસ ચંદુકાકાની ઘંટી પાસે પાલનપુર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.