
વાવનો વિદ્યાર્થી સાહિત્ય સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ
રખેવાળ ન્યુઝ વાવ : આંતરરાષ્ટ્રીય સરહદી સીમા ધરાવતા વાવ તાલુકાના અસારાવાસ, ગામના વતની અને વાવની સરસ્વતી વિદ્યામંદીરમાં ધો.૧રમાં અભ્યાસ કરતાં શ્રવણસિંહ વરધાજી રાજપૂતે તા.૧પ/ર/ર૦ ના રોજ રાજ્ય કક્ષાનો ભુજ કચ્છ ખાતે આયોજીત દુહા – છંદ ચોપાઈ સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લા તરફથી ભાગ લીધો હતો. જેમાં શ્રવણસિંહ રાજપુતે રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી યુવા સેવાઓ સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગરના કમીશ્નર ડી.ડી. કાપડીયાના વરદહસ્તે પ્રમાણ પત્ર તેમજ ઈનામો પ્રાપ્ત કરી સમગ્ર બનાસકાંઠા જિલ્લા, રાજપુત સમાજનું તેમજ સરહદી પંથક વાવનું ગૌરવ વધારી સરહદી પંથકના હીરને રાજ્યકક્ષાએ ઝળહળાવી દીધુ છે. તેમની જવલંત સિધ્ધીને વાવ પંથક રાજપુત સમાજે તેમજ બનાસકાંઠા જિલ્લાના સાહિત્ય પ્રેમીઓએ વધાવી લીધી છે શ્રવણસિંહ રાજપુતે રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે ઉતીર્ણ થવા બદલ સમગ્ર સરહદી પંથકમાંથી ચોમેરથી આવકાર સાંપડી રહ્યો છે.
અહેવાલ : વિષ્ણુ પરમાર