
વડગામના સિસરાણામાં બહારથી આવીને વસવાટ કરતા લોકોને ગામ છોડવા ફરમાન
રખેવાળ ન્યુઝ વડગામ
વડગામ તાલુકાના સિસરાણા ગામમાં એક બાળક સાથે બહારથી આવીને વર્ષોથી ગામમાં વસવાટ કરતા એક કુટુમ્બના કિશોર દ્વારા સૃષ્ટિ વિરુધ્ધ નુ કૃત્ય કરાતાં સિસરાણા સહીત તાલુકા ભરમાં ચકચાર મચી જવા પામી છે.ત્યારે આવા કૃત્યબાદ સિસરાણા ના ગ્રામજનો મા ભારે રોષ ફેલાયો છે.અને ગ્રામજનો એકત્રીત થઈ ને પંચાયતમા ઠરાવ કરાવીને બહારથી આવીને સિસરાણામા રહેતા તમામ લોકોને દિન સાતમા ગામ છોડવા નોટીસ આપવામાં આવી છે.અને આ બાબતે વડગામ ટી.ડી.ઓ. તેમજ મામલતદાર ને પણ જાણ કરાતા સિસરાણા મા વર્ષોથી રહેતા લોકોમાં ભારે ફફડાટ સાથે હડકંપ મચી જવા પામ્યો છે.
સિસરાણા મા એક બાળક સાથે કરાયેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તા ૨૯/૨/૨૦૨૦ ના ગ્રામજનો ભેગા થયા હતા અને ગામમાં બહારથી આવીને વર્ષોથી વસવાટ કરતા લોકોને ગામ છોડાવવા નિર્ણય કરાયો હતો.જેમા સિસરાણા મા બહારથી આવીને પોતાનું મકાન ધરાવતા લોકોને મકાન વેચીને તેમજ ભાડાથી રહેતા લોકોને મકાન ખાલી કરીને પોતાના વતન પરત જવા નોટીસ આપવામાં આવી છે.જયારે ખેતી સાથે સંકળાયેલા બહાર ગામના લોકોને પણ તેમના કરાર પુર્ણ થયે ગામ છોડવા જણાવ્યું છે.તેમજ ગામના લોકોને બહાર થી આવતા લોકોને ખેતીની જમીન ઉધડ તેમજ વાવવા ન આપવા માટે પણ ગ્રામજનો દ્વારા નિર્ણય લેવાયો છે અને બહાર થી આવેલા આયાતી તમામ લોકોને દિન સાતમા ગામ છોડવા નોટીસ અપાતા બહારથી આવીને રહેતા લોકોમાં હલચલ મચી ગઇ છે.સિસરાણા માથી એક બહાર ગામનો યુવક એક યુવતીને ભગાડી જતાં ગામમાં ઉપરા ઉપરી આ બીજો બનાવ બનતા ગ્રામજનો ચિન્તિત બન્યા છે.અને આયાતી લોકોને પોતાના વતન માં પરત જવા જણાવાયું છે. બોક્સ સિસરાણા મા ૧૮ થી ૧૯ જેટલા લોકો બહાર થી આવી ને વર્ષોથી રહે છે.જેમા કેટલાક લોકો પોતાના મકાનો ધરાવે છે જ્યારે કેટલાક ભાડાથી રહે છે તમામ ને ગામ છોડવા નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.