
વડગામના સિસરાણામાં દશ વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
છાપી
વડગામ તાલુકાના સિસરાણા ગામમાં દશ વર્ષીય માસૂમને ફોસલાવી ઘરે બોલાવી વિધર્મી સગીરે સૃષ્ટિ વિરુધ્ધનું કામ આચરતા પંથકમાં ચકચાર સાથે આરોપી વિધર્મી ઉપર ફિટકાર વર્ષી રહી છે. જોકે પીડિત બાળકને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વડગામના સિસરાણા ગામમાં બનેલ ધૃણાસ્પદ ઘટનાની વિગતો મુજબ શુક્રવારે એક સત્તર વર્ષીય સગીરે ગામનાજ એક દશ વર્ષના માસૂમને ફોસલાવી ઘરે બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતની જાણ થતા પીડિત બાળકના પરિવારે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વડગામ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી પીડિત બાળક ને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિલમાં ખસેડાયો હતો. જ્યારે આ ધૃણાસ્પદ કૃત્ય આચરનાર વિધર્મી સગીરની અટકાયત કરી વડગામ સીએચસીમાં મેડિકલ તપાસ અર્થે લઈ જવાયો હતો. જોકે આ સમગ્ર ઘટનાને લઈ વડગામ પોલીસે તાત્કાલિક સિસરાણા ગામે કોઈ અપ્રિય ઘટના ન ઘટે તેને ધ્યાને રાખી ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન સિસરાણા ગામે બનેલ ધૃણાસ્પદ ઘટનાને લઈ ચોમેર ફિટકાર વર્ષી રહી છે.