વડગામઃ ચામુંડા માતાજીના મંદિરે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના નવા પાંડવા (કોદરામ) ગામે મુક્તેશ્વર યોજનાનું પુન:વસવાટ સ્થળ છે. આ ગામના આ સ્થળે પુન:વસવાટ થયો ત્યારે મુક્તેશ્વર ડેમ પાસે રહેલ ચામુંડા માતાજીને સમસ્ત ગામ દ્વારા સન ૨૦૦૮માં નવીન મંદિરનું નિર્માણ કરી નવા પાંડવા મુકામે લાવવામાં આવ્યા હતા. આ સમસ્ત ગામની કુળદેવી ચામુંડા માતાજી છે.નાનકડું ગામ હોવા છતાં દર વર્ષે વસંત પંચમીના દિવસે નવા પાંડવા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ચામુંડા માતાજીનો તિથી હવન જમણવાર સાથે કરવામાં આવે છે. નવા પાંડવા ગામમાં કુલ ૫૦૦ માણસોની વસ્તી છે જેમાં પ્રજાપતિ, ઠાકોર, સેનમાં, પરમાર જેવી જ્ઞાતિના લોકો હળીમળી વસવાટ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.