લોકડાઉન : પાલનપુરમાં શાકમાર્કેટ ૮ વાગ્યે બંધ, તો મટનમાર્કેટ ૯ વાગ્યા સુધી ધમધમતા રહ્યા
પાલનપુર
પાલનપુરના શાકમાર્કેટમાં વહેલી સવારે હોલસેલરોને ત્યાં થતી ભીડને કારણે કોરોના સંક્રમણની દહેશત અને લોકડાઉનને કારણે શાકમાર્કેટ સવારે ૭ થી ૭-૩૦ વાગ્યાં આસપાસ બંધ કરી દેવાય છે. પરંતુ શાકમાર્કેટના પાછળના ભાગે જ અડીને આવેલું મટન બજાર ૯ વાગ્યાં સુધી ધમધમતા નજરે પડ્યા હતા.