ભીલડી પત્રકાર એકતા સંગઠનની રચના

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવળ
બનાસકાંઠાના દરેક તાલુકાઓમાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવાની કવાયત વચ્ચે જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ મંત્રી હેમુભા વાઘેલા, પ્રદેશ સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ કંચનજી ઠાકોર, ભીલડીના સંગઠન પ્રભારી આશારામ રાવલ, સહપ્રભારી યોગેશભાઈ જોશી, કાંકરેજ પ્રભારી અને સ્થાનિક અગ્રણી સુરેશભાઈ સિલ્વા તેમજ ગઢના સંગઠન પ્રભારી કાંતિલાલ લોધા અને સહપ્રભારી પંકજભાઇ ઉપાધ્યાય સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે ભીલડી ગંજબજાર સંકુલમાં હનુમાનજી મંદિર સંકુલમાં યોજાયેલી ભીલડી વિસ્તારના પત્રકારોની બેઠકમાં ભીલડી પત્રકાર એકતા સંગઠનની રચના કરી નવા હોદ્દેદારોની વરણી કરાઈ. ભીલડી પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે નરસિંહભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તરીકે વજેરામ જોશી, મહામંત્રી તરીકે વિનોદભાઈ ચાવડા, મંત્રી તરીકે પ્રહલાદભાઈ જોશી, સહમંત્રી તરીકે પૂનમસિંહ વાઘેલા, ખજાનચી તરીકે રેવાભાઈ દેસાઈ, આઇટી સેલના કન્વીનર તરીકે પ્રવીણભાઈ જોશી તેમજ સહ કન્વીનર તરીકે સંજયસિંહ રાઠોડ જ્યારે સલાહકાર તરીકે રમેશભાઈ નાઈ, જયંતીભાઈ જોશી, ભરતભાઇ ઠાકોર અને નારણભાઈ જોશીની બિનહરીફ વરણી કરાઈ હતી. ભીલડી પત્રકાર એકતા સંગઠનના હોદેદારોએ એકબીજાને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય છેકે સમગ્ર ગુજરાત રાજ્યમાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ વસંતભાઈ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ એકમોની રચનાઓ ઝડપભેર થઈ રહી છે. જેમાં ગતરોજ ભીલડી પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવતા તમામ  હોદ્દેદારોને ફુલહાર સાથે સ્વાગત કર્યુ હતુ અને દરેક સભ્યોએ મો મીઠું કરી પત્રકાર એકતા સંગઠનની રચનાને વધાવી 
લીધી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.