પાલનપુર સિવિલમાં ૧૩૨ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ સહિત ૫૦૦ બેડની કવોરન્ટાઇન ફેસીલીટી માટે બનાસ મેડીકલ કોલેજની તૈયારી
પાલનપુર
સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલા કોરોના વાયરસને નાથવા એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરી પણ વિવિધ સ્તરે અગમચેતીના પગલાં લઇ રહી છે.બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ મોરિયા ખાતે આકાર પામેલ મેડીકલ કોલેજની હોસ્ટેલમાં ૫૦૦ બેડની કવોરન્ટાઇન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગલબાભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિતસિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે પણ ૧૩૨ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ માવજીભાઈ દેસાઈએ મોરિયા ખાતે કવોરન્ટાઇન ફેસીલીટીની મુલાકાત લઈને જરૂરી સ્વચ્છતા અને સવલતોની સમીક્ષા કરી હતી.