પાલનપુર પાલિકા દ્વારા બાકી વેરા પેટે ૮૦ મિલ્કતો સીલ કરાઇ
રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે અમદાવાદ હાઇવે પાસે આવેલી ૮૦ મિલ્કતો સીલ કરવામાં આવી હતી. આ મિલ્કતધારકોએ કરવેરાના બાકી રૂપિયા નવ લાખ જમા ન કરાવ્યા હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતુ.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા રીઢા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદ હાઇવે નજીક આવેલા વિષ્ણુ આર્કેડના સંચાલકો લતાબેન અશોકકુમાર શેઠ અને અન્ય મિલ્કતધારકોએ કરવેરાના રૂપિયા નવ લાખ ભરપાઇ ન કરતાં તેમની ૮૦ મિલ્કતો સીલ કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુર પાલિકા દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં છેલ્લા એક માસમાં કુલ ૧૫૦ મિલકતો સીલ કરી રૂપિયા ૪૫ લાખનો વેરો વસુલાયો છે.