
પાલનપુરના સોનબાગ વિસ્તારમાં પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળ્યો
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરના સોનબાગ વિસ્તારમાં ઉત્તર પ્રદેશના યુવકનો મૃતદેહ મળતાં લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા. ઉત્તર પ્રદેશનો મૂળ રહેવાસી ભરત ભૈયા સોનબા વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતો હતો ગતરાત્રે અચાનક યુવકનું મોત થયું હતું. ત્યારે વહેલી સવારે ઘરનો દરવાજો ન ખુલતા આસપાસના રહીશોએ જોયું તો ભરત ભૈયાનો મૃતદેહ પડ્યો હતો.
જોકે પાલનપુર પોલીસે આ વિસ્તારમાં આ રહેણાંક મકાનમાં પહોંચી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં લવાયા હતા. અને મૃતદેહને મળવાને મામલે પૂર્વ પોલીસે તપાસ હાથ ધરી હતી. પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળતા અનેક શંકા-કુશંકાઓ ઉપજી હતી. જો કે ઘર ભાડે આપનાર એ આ યુવકનું પોલીસમાં નામ સરનામું ઓળખ આપી હતી કે કેમ અથવા તો તે સિવાય પણ આ યુવકને ઘર ભાડે આપી દેવાયું હતું જોકે પાલનપુર પોલીસે અત્યારે તો તપાસ હાથ ધરી છે.