ધાનેરા મામલતદારની તપાસમાં ૬ મધ્યાહન ભોજન કેન્દ્રની ગેરરીતિ ખુલી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા મામલતદાર દ્વારા  તાલુકાના મધ્યાહન ભોજન યોજનામાં ચાલતા કેન્દ્રોમાં અચાનક તપાસ કરતાં ૬ કેન્દ્રમાં ગેરરીતી જણાઈ આવી હતી. જેમાં ચારની સુનાવણી કરી રૂ.૩૯,ર૯૧ વસુલ કર્યા હતા. જ્યારે બે કેન્દ્રની સુનાવણી બાકી હોવાનું જાણવા મળે છે.  
ધાનેરા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના દ્વારા શાળાના બાળકોને બપોરનું જમવાનું આપવામાં આવે છે. જેનું સંચાલન મધ્યાહન ભોજનાયબ મામલતદારની નીગરાની હેઠળ ચાલે છે. પરંતુ નાયબ મામલતદાર આર.એન.પટેલ ઢીલા પડતા હોઈ તેમની નબળાઈનો ઉપયોગ કરી સંચાલકો ગેરરીતી આચરી રહ્યા છે. તેવી માહિતી મળતાં ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડીએ ગત તા.૧-ર-ર૦, તા.૬-ર-ર૦, તા.૭-ર-ર૦ અને તા.૮-ર-ર૦ ના રોજ ઓચિંતી તપાસ કરતાં ૬ સંચાલકોની ગેરરીતી ઝડપાઈ હતી. જેમાં રેકર્ડ પોતાના ઘરે રાખતા હતા. જે ચેક કરતાં ત્યા હાજર ઉપરનો સ્ટોક  ચેક કરતાં રેકર્ડ કરતાં સ્થળ ઉપર માલ ઓછો નીકળતાં તમામને નોટીસો આપી સુનાવણી રાખેલ.
જેમાં ચાર સંચાલકો ચારડા જબુસિંહ દેવડાના ૧૧,૭૭ર રૂપિયા, મામાજી ગોળીયા થાવરના ત્રિવેદી મધુબેન ભુપેન્દ્રભાઈના રૂ.૪૪૪૧, થાવર પ્રકાશભાઈ મહેતાના રૂ.૧૬૦ર૩, અને મગરાવા ટવીંકલબેન મહેશભાઈ ગલચરની રૂ.૭૦પપ રીકવરી મળી કુલ રૂ.૩૯,ર૯૧ રીકવરીનો  હુકમ કર્યો છે. જ્યારે બાકીના વાસણ ઈન્દીરાબેન મંછાભાઈ પરાડીયા, થાવર (ભીલવાસ) બારોટ ભાવનાબેન કરસનજી ની સુનાવણી બાકી છે. મામલતદાર ધાનેરાએ આ રીતે ચેકીંગ કરતાં મધ્યાહન ભોજન સંચાલકો દોડતા થઈ  ગયા છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.