
ધાનેરામાં ચાલતો વ્યાજ વટાવનો બે નંબરી ધીકતો ધંધો
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકામાં વ્યાજ વટાવનો ધંધો વગર લાયસન્સે પૂરજાશમાં ચાલી રહ્યો છે. અને પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. તાજેતરમાં બ્રાહ્મણવાડા તા.ઉંઝાના યુવાનને પૈસા ઉંચા વ્યાજે ધીરી પેમેન્ટ બાબતે ટેલીફોનમાં ધાક ધમકીઓ તથા ગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
ટુંકી હકીકત એવી છે કે ધાનેરામાં મૌલિક જ્યંતિભાઈ પટેલ (મુળ રહેવાસી બ્રાહ્મણવાડા તા.ઉંઝા, જિ.મહેસાણા) એ પોતાના ધંધામાં પૈસાની જરૂરિયાત હોઈ વ્યાજ વટાવનો વગર લાયસન્સે ધંધો કરવાવાળા જાડેથી અવાર નવાર પૈસાની લેવડ દેવડ કરતાં કરતાં તેનું પેમેન્ટ રોકાઈ જતાં તથા ઉંચુ વ્યાજ હોઈ દેવા તળે આવી ગયો હતો જેથી પંદરેક જેટલા વ્યાજનો ધંધા કરવા વાળાઓએ ટેલીફોનીક-મૌખીક તથા ત્રણે ગડદાપાટુનો માર મારતાં મૌલીકભાઈએ આ પંદરે ઈસમો ઉપર ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ પી.એસ.આઈ.મરંડને સોપતાં તેઓ તપાસ ચલાવી રહ્યાં છે.