
દીઓદર તાલુકાના સણાદર ખાતે બનાસડેરીના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાત મુહુર્ત કરતા મુખ્યમંત્રી
રખેવાળ ન્યુઝ દીઓદર : સણાદર ખાતે આકાર પામનાર બનાસડેરીના પ્લાન્ટનું આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત સહ ભૂમિપુજન યોજાયેલ.વહેલી સવારથી જ જીલ્લાના આ પશ્ચિમ વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં દુધ ઉત્પાદકો વિવિધ સાધનો સહ ઉમટી પડેલ. બાદમાં મુખ્યમંત્રીશ્રીએ સણાદર ખાતે તૈયાર કરાયેલ હેલીપેડમાં ઉતરતાં સૌએ સ્વાગત કરેલ. બાદમાં મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લારથમાં જ્યાં વિશાળ સંખ્યામાં પ્રજાજનો બેઠા હતા ત્યાં ચારે તરફ અભિવાદન ઝીલેલ બાદમાં મુખ્યમંત્રીશ્રીનું ફુલહાર, મોમેન્ટ તથા પાઘડી પહેરાવી સ્વાગત સહ સન્માન કરાયેલ. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લામાં પશ્ચિમ વિસ્તારમાં ૩૦ લાખ લીટરના ક્ષમતાવાળા નવા પ્લાન્ટની સ્થાપના માટે બનાસડેરીના નિયામક મંડળને અભિનંદન પાઠવેલ. ગલબાકાકાએ જીલ્લામાં મહત્વનો પ્લાન્ટ બનાવી જિલ્લાની લોકસેવાનું સુંદર કાર્ય કર્યું છે. તેમણે જણાવેલ કે ખેડુત સુખી હશે તોજ ગામડું સુખી અને ગામડું સુખી હશે તો શહેરમાં પૈસા આવશે. જેથી ગ્રામીણ વિસ્તારની પ્રજાને પાણી હંમેશાં મળી રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા થાય છે. બનાસકાંઠા જીલ્લા પ્રત્યે મારો લગાવ છે. પુરના સમયે ચાર-ચાર દિવસ રોકાઈ પ્રજાનો અનેરો પ્રેમ અને લાગણી મેળવી છે. જિલ્લાની પ્રજા લાગણી અને ખુમારી વાળી છે. શિક્ષણ, કૃષિ, સિંચાઈ ક્ષેત્રે જીલ્લો હંમેશાં અગ્રેસર રહે છે. આ પ્રસંગે કેન્દ્રના પશુપાલન રાજ્યમંત્રી ર્ડા. સંજીવકુમાર, સાંસદશ્રી પરબતભાઈ પટેલ, બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત મહાનભાવોએપ્રવચન આપી જણાવેલ કે આજે બનાસડેરી વૈશ્વિકકક્ષાની ડેરી બની ગઈ છે. ડેરી દ્વારા પશુઓની સારવારની સુંદર સુવિદ્યાઓ અપાય છે. આ પ્રસંગે વાઈસ ચેરમેન માલજીભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી કીર્તિસિંહ વાઘેલા, નથાભાઈ પટેલ, શશીકાંન્ત ભાઈ પંડ્યા, ગુજરાત ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમાર, બનાસબેંકના ચેરમેન એમ.એલ.ચૌધરી, પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ, અલ્પેશભાઈ ઠાકોર સહિત વિશાળ સંખ્યામાં રાજકીય મહાનુભાવો, ડેરીના ડિરેક્ટરશ્રીઓ, પશુપાલકો ઉપસ્થત રહ્યા હતા.