દાંતીવાડાઃ દેશની સીમાઓની રક્ષા કરતા BSF કેમ્પના જવાનોની સુરક્ષા માટે સેનેટાઈઝર મશીન મુકાયુ
રખેવાળ, દાંતીવાડા
દેશની સીમાઓની રક્ષા કરતા બીએસએફના જવાનો સુરક્ષિત રહે તે માટે દાંતીવાડા ખાતેના બીએસએફ કંપની ગેટ પર સેનેટ રાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે. ડીસાના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સેનેટાઈઝર મશીન બીએસએફના ગેટ પર મુકતા જે પણ લોકો બીએસએફ કેમ્પસમાં પ્રવેશ કરે છે. તે સેનેટાઈઝ થયા બાદ જ BSF કેમ્પમાં પ્રવેશ મેળવી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
બનાસકાંઠા સરહદ પર જે બીએસએફના જવાનો દેશની સુરક્ષા કરી રહ્યા છે તેમનો કેમ્પ દાંતીવાડા ખાતે આવેલો છે. દાંતીવાડા કેમ્પ ખાતે કામ વિના અંદર પ્રવેશ પર પ્રતિબંધ છે. પરંતુ આવશ્યક સેવાઓ તથા BSF કેમ્પમાં કામ અર્થે આવતા જવાનો અને નાગરિકો હવે કેમ્પમાં સેનેટાઈઝ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. ડીસાના યુવાનો દ્વારા શરીર સેનેટાઈઝર મશીન બનાવવામાં આવ્યું છે.
આજે સેનેટાઈઝર મશીન કમાનડેન્ટ અલોકસિંગ તેમજ ગાંધીનગર સેકટર હેડક્વાર્ટર દાંતીવાડાના ડી.સી.જી લલનકુમારની હાજરીમાં બી.એસ.એફ ૩૭ બટાલિયનના ગેટ પર મુકવામાં આવ્યું છે. જેમાં ૨૦ સેકન્ડ રોકાયા બાદ શરીર પરના કપડાં સેનેટાઈઝ થયા બાદ કોઈપણ વ્યક્તિને BSF કેમ્પમાં પ્રવેશ આપવામાં આવશે. જેના કારણે દેશની સુરક્ષા કરતા જવાનો કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રીતે રહી શકશે.