ડીસા ૩૧મી માર્ચ સુધી ‘લોક ડાઉન’ : નગરપાલિકા ખાતે વિવિધ એસોસીએસનની બેઠકમાં નિર્ણય
લોક ડાઉન
સમગ્ર રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈ ડીસા નગરપાલિકા દ્વારા નગરપાલિકા હોલમાં ડીસામાં કાર્યરત વિવિધ એસોસિએશનની એક અગત્યની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં તમામ એસોસિયેશનના હોદેદારો સહિત શહેરના જાગૃત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાલિકા પ્રમુખ કાંતિલાલ સોની અને ચીફ ઓફિસર દ્વારા કોરોનાના વધતા જતા વ્યાપ બાબતે ચિંતા વ્યકય કરી તકેદારીના ભાગરૂપે આગામી ૩૧ માર્ચ સુધી લોક ડાઉન કરવાની માંગ પણ કરવામાં આવી હતી જેથી જન સ્વાસ્થયના વ્યાપક હિતને નજરમાં રાખી પાલિકા દ્વારા રજૂ કરાયેલ આ પ્રસ્તાવને તમામ એસોસિયેશનોના હોદ્દેદારોએ એકસુરે માન્ય રાખ્યો હતો તેમજ ઉપસ્થિત તમામ એસોસિયેશનના હોદેદારોએ સરકારના કામકાજમાં સહકાર આપવાની પણ ખાત્રી આપી પોતાના વ્યાપાર ધંધા સ્વૈચ્છિક બંધ રાખી પાલિકા ને સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. બાદમાં પોલીસે પણ બજારોમાં ફરી વેપારીઓ સાથે રાહદારીઓને પણ લોક ડાઉનમાં સહયોગ આપવાની અપીલ કરી હતી.