ડીસા તાલુકાના વડાવળ ગામે આડા સંબધને લઇ એક યુવકની ધાતકી હત્યા
રખેવાળ ન્યુઝ વડાવળ : ડીસા તાલુકાના વડાવળ ખાતે રાત્રીના સમયે એક ઇસમની ધાતકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની ભીલડી પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર ડીસા તાલુકાના વડાવળ ગામના ગામની એક પરિણીતા સાથેના આડા સંબંધને લઇ ગામના સુરાજી કુંભાજી ઠાકોરની કરપીણ હત્યા થઇ હોવાની જાણ ભીલડી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી લાશને નજીકની ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં પીએમ કરી લાશને વાલીવારસોને સોંપવામાં આવી હતી. જે અંગે ભીલડી પોલીસ મથકમાં મરણ જનારના ભાઇ પુનમાજી કુંભાજી વાધેલા એ ફરીયાદ નોધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યો છે. હત્યાને વડાવળ ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.