
ડીસામાં બિલ્ડર દ્વારા માતબર રાહત ફંડ
રખેવાળ ન્યુઝ ડીસા
સમગ્ર દેશમાં અચાનક આવી પડેલી કોરોના મહામારીને લઈને ભયનું વાતાવરણ ઉભું થયું છે. કોરોના મહામારીને નાથવા કેન્દ્ર સરકાર કડક પગલાં ભરી રહી છે. સરકારની સાથે દેશની ખમીરવંતી પ્રજાએ પણ પોતાનું આર્થિક યોગદાન આપવાનું શરૂ કર્યું છે ત્યારે ડીસાના ખ્યાતનામ બિલ્ડર જયંતિલાલ પુનમચંદ શાહે ગત રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રીલીફ ફંડમાં રુપિયા ૧,૦૦,૦૦૦ તથા શ્રી મારવાડી બ્રહ્મક્ષત્રિય (ખત્રી)સમાજ દ્વારા રુપિયા ૧,૧૧,૦૦૦ નો ચેક કલેકટર રાહત ફંડમા ધારાસભ્ય શશીકાન્ત પંડ્યાની હાજરીમાં પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો.