ડીસાઃ દુકાનમાં વીજ રીપેરીંગ કરતા કરંટ, ૧નું મોત, ૧ ઇજાગ્રસ્તતો.
ડીસા શહેરમાં દુકાનમાં રીપેરીંગ કામ દરમ્યાન વીજ કરંટ લાગતા એક આશાસ્પદ યુવાનનું મોત અને એક વ્યક્તિ ઘાયલ થયા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં વીજ કરંટથી મોતની ઘટના સામે આવી છે. વેલુનગરમાં પાર્લર ધરાવતાં બે યુવાનો બોર્ડ રીપેરીંગનું કામકાજ કરતા હતા. આ દરમ્યાન અચાનક બંનેને કરંટ લાગતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક આશાસ્પદ યુવકનું મોત થયાનું સામે આવતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. આ સાથે અન્ય એક ઇસમની ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેની સારવાર ચાલી રહી છે.