
કોરોના વાયરસના કહેરની સાથે હવામાન પણ બદલાયુ
બનાસકાંઠા જિલ્લામાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ
રખેવાળ ન્યુઝ વડાવલ
સમગ્ર દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે વધતા જતા કેસોને લઈ સરકાર અને પ્રજાજનો પણ ખૂબ જ ચિંતિત જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યમાં પણ દિનપ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેની સાથે હવામાનમાં પણ અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુ જામે તે પહેલા ફરી એકવાર કુદરત પણ રૂઢિ હોય તે રીતે અનેક ભાગોમાં હવામાનમાં અચાનક પલટો આવતો જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની સ્થિતિને લઈને આકાશમાં વાદળો છવાયા હતા.કેટલીક જગ્યાઓ પર છુટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસ પહેલા અંબાજી ખાતે વરસાદી ઝાપટુ પડયુ હતું અને હજુ પણ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળતા છુટો છવાયો વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે. હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ૨૭મી માર્ચ સુધી કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના જોવા મળી રહી છે જેને લઇ ખેડૂત વર્ગમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાજુ કોરોના વાયરસ ની કહેર અને બીજી બાજુ હવામાન માં થઈ રહેલા બદલાવ થી લોકોની મુશ્કેલીઓ પણ વધી શકે તેમ છે.
એહવાલ નરસિહ દેસાઇ