કોરોનાની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકાર સજ્જઃ તમામ જિલ્લામાં ૧૦૦ બેડની કોવિડ હોસ્પીટલો સુવિધાઓ સાથે તૈયાર –રાજય વેરા કમિશનર જે.પી.ગુપ્તા

IMvBjTs9tbM
બનાસકાંઠા

રાજય વેરા કમિશનરે ડીસા મુકામે તૈયાર કરાયેલ કોવિડ હોસ્પીટલની મુલાકાત લીધી 
 
પાલનપુર
નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે કોરોના વાયરસની કોઇપણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકાર સંપૂર્ણ સજ્જ છે તેમ રાજય વેરા કમિશનરશ્રી જે.પી.ગુપ્તાપએ ડીસા મુકામે તૈયાર કરવામાં આવેલ કોવિડ હોસ્પીટલની મુલાકાત પ્રસંગે જણાવ્યું હતું. ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલમાં તૈયાર કરાયેલ કોવિડ હોસ્પીટલની મુલાકાત બાદ રાજય વેરા કમિશનર જે.પી.ગુપ્તાકએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોનાએ બહુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે અને આપણા દેશમાં પણ કોરોનાની મહામારીને લઇ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવા સંજોગોને ધ્યાનમાં રાખી દર્દીઓને યોગ્ય સુવિધા અને સારવાર મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજય સરકાર દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૧૦૦ બેડની કોવિડ હોસ્પીટલ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા ખાતે કોવિડ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે.
          
અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ સામે લડવા બનાસકાંઠા જિલ્લામાં બે કોવિડ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં પાલનપુર સીવીલ હોસ્પીટલમાં ૧૨૦ બેડ અને ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલમાં ૮૦ બેડની કોવિડ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે. ડીસાની કોવિડ હોસ્પીટલમાં ૫ વેન્ટીલેટર, ૧૨ બેડના બે આઇ. સી. યુ. વોર્ડ, ૧ એમ્બ્યુલન્સ, ૧- એક્સ-રે મશીન, ૨- ફિઝીશીયન ર્ડાકટરો, ૧-એનેસ્થેટીક, ૧૨-મેડીકલ ઓફિસર, ૪૪-નર્સિગ સ્ટાફ, ૨-લેબ ટેક્નીશિયન, ૧-ફાર્માસીસ્ટ, ઓક્સિજન સહિત પુરતા પ્રમાણમાં સ્ટાફની નિમણુંક કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં અલાયદુ ફ્લુ કોર્નર સહિત તમામ ફેસીલીટી ઉપલબ્ધ બનાવાઇ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.