
કાણોદરના યુવકનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
રખેવાળ ન્યુઝ પાલનપુર: પાલનપુર તાલુકાના કાણોદર ગામના એક યુવકને શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ખાસ આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. ચાઇનામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ હવે વિશ્વભરમાં પ્રસરી રહ્યો છે. જ્યાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામે એક યુવકને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ખાસ આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે સિવિલ સર્જન ડો. ભરત મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, આ યુવક અગાઉ ઇરાનમાં રહેતો હતો. જે થોડાક સમય અગાઉ જ ભારત તેના વતનમાં પરત આવ્યો છે. દરમિયાન તેને શરદી, તાવ સહિતના લક્ષણો જણાતાં પરિવારજનો દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેનો કોરોના વાયરલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.