
કાંકરેજના ખારીયા પાસે નર્મદા નહેરમાંથી યુવકની લાશ મળી.
રખેવાળ ન્યુઝ થરા
કાંકરેજના ખારીયા નર્મદા નહેરમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.જાણવા મળતી માહીતી મુજબ તા.૧૬/૩/૨૦૨૦ના બે વાગ્યા આસપાસ યુવાન પડ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી.બીજાં દિવસે પણ શોધખોળ કરાતાં પાણીમાંથી મૃતદેહનો મળી આવ્યો હતો જે ખારીયા કાટકોરના બળવંતજી ચેનાજી મકવાણા (ઠાકોર) થરા ખાતે રહેતો હોવાનું જાણવાં મળ્યું હતું.