ઉનાળાની શરૂઆત : આગામી બે ત્રણ દિવસમાં તાપમાનનો પારો ઉંચકાતા ગરમીનો અહેસાસ થશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉત્તર ગુજરાતમાં અડધો માર્ચ વિત્યા બાદ ઉનાળાની ધીમી ગતિએ શરૂઆત

તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચે તેવી હવામાન નિષ્ણાતો ની આગાહી: ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત હોળાયેલા વાતાવરણ વચ્ચે મિશ્ર ઋતુ નો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ હવે હવામાન નિષ્ણાતો એ આગામી ત્રણ ચાર દીવસ સુધી વર્ષ ૨૦૨૪ ની પ્રથમ હીટ વેવ ની શક્યતાઓ દર્શાવી છે જેને લઇ તાપમાનનો પારો ઉંચકાવવાની શક્યતાઓ સાથે ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ જોવા મળશે.

સતત વધતીજતી ગ્લોબલ વોર્મિંગ ની અસરોના પગલે અડધો માર્ચ વિતવા છતાં ઉનાળા જેવી અસરો જોવા મળતી ન હતી પરંતુ હવે ધીમી ગતિએ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે જેના કારણે 18 થી 21 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો ઉચકાવવાની સાથે આકરી ગરમીનો અનુભવ લોકો ને થશે આ ઉપરાંત હવામાન નિષ્ણાતો ના મતે એપ્રિલ અને મે મહિનામાં સખ્ત ગરમી પડવાની પણ શક્યતાઓ રહેલી છે ત્યારે હવે ઉનાળાની ધીમી ગતિએ શરૂઆત થતા બજારોમાં પણ ઠંડી વસ્તુઓની માંગ જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલુ તાપમાન

તારીખ      –    મહત્તમ તાપમાન

15/3/24   –      35.1ડીગ્રી

16/3/24.   –     35.6

17/3/24.   –   36.6

ઉનાળુ વાવેતર માટે અનુકૂળ ગરમી ન પડતા ખેતીના પાકોને પણ તેની અસર વર્તાઈ રહી છે: સામાન્ય રીતે ઉનાળુ વાવેતરમાં જેમાં ખાસ કરીને બાજરી ઘાસચારો સહિતના પાકોને શરૂઆતમાં ગરમી ની જરૂર તો પડતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર વાતાવરણ વચ્ચે અનુકૂળ ગરમી ન પડતા ઉનાળુ વાવેતરના પાકો પર પણ તેની અસર થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.