અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું મૃત્યુ કોરોનાથી થાય તો ૨૫ લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય
રખેવાળ ડીસા
કોરોના વાયરસ Covid ૧૯ ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને સેવા દાયિત્વ થી ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે સંવેદના દર્શાવી મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ મહત્વ પૂર્ણ નિર્ણયો કર્યા છે
વિજય ભાઈ રૂપાણીએ અગાઉ રાજ્ય ના પોલીસ કર્મીઓ ના Covid ૧૯ પરની ફરજ દરમ્યાન કોરોના ને કારણે અવસાન થાય તો ૨૫ લાખ ની સહાય ની જાહેરાત કરેલી છે
હવે મુખ્ય મંત્રી એ જાહેર કર્યું છે કે રાજ્યની નગર પાલિકાઓ મહા નગર પાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓ નું આ કોરોના વાયરસ નો ભોગ બનવાથી અવસાન થાય તો તેવા કર્મીઓને ૨૫ લાખ ની સહાય રાજ્ય સરકાર આપશે
વિજય ભાઈ રૂપાણી એ એમ પણ જાહેર કર્યું છે કે આ વિપરીત સ્થિતીમાં ફરજરત મહેસૂલ વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમ્યાન કોરોના વાયરસ ની બીમારી થી જાન ગુમાવવા વારો આવે તો તેમને પણ ૨૫ લાખની સહાય અપાશે
હાલ ની લોક ડાઉન ની સ્થિતીમાં અનાજ સહિત ની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણ ની કામગીરી બજાવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકો નું મૃત્યુ કોરોના વાયરસ ના સંક્રમણ થી થાય તો તેમને પણ ૨૫ લાખ રૂપિયાની સહાય આપવાના સંવેદનશીલ નિર્ણયો કર્યા છે