ભિલોડાના સુનોખ ગામે યુવકની હત્યા કરી ભાગી છૂટેલા બે સાથીદારો પોલીસે પકડ્યા

અરવલ્લી
અરવલ્લી

બિહાર રાજ્યના એક વ્યક્તિની ભિલોડા તાલુકાના સૂનોખ ગામે હત્યા થઈ હતી. આ બનાવ બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી બીજી બાજુ અરવલ્લી જિલ્લાની પોલીસની ટીમો પણ તપાસમાં લાગતાં હત્યા કરનાર બે આરોપીઓની કલોલથી ધરપકડ કરવામાં આવી હતી.

ભિલોડા તાલુકાના સનોખ ગામે આવેલ મુરલીધર હોટલની બાજુમા દુકાનમાં રહેતા બિહારના અરુણ કામદેવસિંહની હત્યા થઈ હતી. આ બનાવને પગલે ટીટોઈ પોલીસે પહોંચી તપાસ હાથ ધરતો પ્રાથમિક તપાસ બિહારના જ અને સાથે રહેતા બે વ્યક્તિઓએ હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતું. હત્યા કરનારો ત્યાંથી ભાગી પણ ગયા હતા.પરિણામે પોલીસે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી હતી. ટીટોઇ પોલીસની સાથે એલસીબી,એસઓજી સહિતની ટીમો તપાસના કામે લાગી હતી. ત્યારે જ પોલીસને ટેકનિકલ સર્વેન્સના આધારે જાણ થઈ હતી કે હત્યારાઓ કલોલ ખાતે પહોંચી ગયા છે. પરિણામે અરવલ્લી એલસીબી પી.આઇ અને સ્ટાફ તાબડતોબ દોડી પહોંચ્યા હતા અને હત્યારાઓ દિપક વિશુન યાદવ અને મનીષ ઉમાશંકર યાદવની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાના ગુનામાં સંડોવાયેલ આ બંને આરોપીઓને ટીટોઈ પોલીસના હવાલે કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.