
બાયડના ઓઢા પાસે ચાલુ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
બાયડ તાલુકાના ઓઢા પાસે એક કાર પસાર થતી હતી. એવામાં કારમાંથી અચાનક ધુમાડા દેખાતા કારચાલક સમયસૂચકતા સાથે નીચે ઉતરી ગયો હતો. જોત જોતામાં આખી કાર આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આસપાસના લોકોએ આગને બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આગ બુઝાવે એ પહેલાં કારનું એન્જીન બળીને ખાખ થઈ ગયું હતું. કારમાં આગ કયા કારણોસર લાગી એ રહસ્ય અકબંધ છે, પરંતુ કાર ચાલકની હોશિયારીથી નીચે ઉતરી જતા કારચાલક બચી જવા પામ્યો હતો.