બાયડની પીપોદ્ર દૂધ મંડળીનો સુવર્ણજયંતી મહોત્સવ ઉજવાયો

અરવલ્લી
અરવલ્લી

હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. એમાં પણ પશુપાલનનો વ્યવસાય ફુલ્યો ફાલ્યો છે ત્યારે પશુપાલકોની કામધેનુ ગણાતી અને અમૂલ ફેડરેશન હેઠળ સાબરડેરી સંચાલિત બાયડના પીપોદ્રા દૂધ મંડળીનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો.બાયડ તાલુકાના પીપોદ્રા ગામે આવેલી સાબરડેરી સંચાલીત દૂધ મંડળીને 50 વર્ષ પૂર્ણ થયા અને 51માં વર્ષમાં પ્રવેશી છે. ત્યારે આ દૂધ મંડળીનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો પીપોદ્રા દૂધ મંડળીએ શરૂઆત માં દૈનિક 65 લીટર દૂધ ભરાતું હતું. એ દિવસે દિવસે પશુપાલકોની સંખ્યામાં વધારો થતો ગયો અને દૈનિક દૂધના જથ્થામાં વધારો થતો ગયો. દર દસ દિવસે પશુપાલકોને દૂધનો પગાર આપતી સંસ્થા સાબરડેરીની પ્રગતિમાં પણ વધારો થતો ગયો આમને આમ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પીપોદ્રા દૂધ મંડળીને 50 વર્ષ પૂર્ણ થયા અને 51માં વર્ષમાં પ્રવેશ કર્યો અને તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી.


આ ઉજવણી કાર્યક્રમમાં ગુજરાત સરકારના સહકાર વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્મા, મંત્રી ભીખુસિંહ પરમાર, અને ગુજકોમાંસોલના વાઇસ ચેરમેન બીપીન ગોતાની ઉપસ્થિતિમાં ઉજવાયો, ગુજરાત મિલ્ક ફેડરેશનના અધ્યક્ષ અને પીપોદ્રા દૂધ મંડળીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા દૂધ મંડળી અને તેની કામગીરીનો પરિચય આપ્યો હતો અને દૂધ મંડળી દ્વારા વધુ દૂધ ભરનાર પશુપાલક અને વ્યવસ્થાપક મંડળના પૂર્વ વાહીવટદારોનું સન્માન કરાયું હતું.મંત્રીના હસ્તે દૂધ મંડળીમાં સુવર્ણ જયંતી ઉજવણી માટેની તકતીનો અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારે જીસીએમએમએફના ચેરમેન શામળ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને સહકારી અગ્રણી અમિત શાહ દ્વારા ગામડાઓમાં શ્વેતક્રાંતિ તરફ પશુપાલકો વળ્યાં છે અને એના વટ વૃક્ષ તરીકે આજે અમુલ ફેડરેશન દ્વારા સમગ્ર વિશ્વમાં નામના મળી રહી છે. મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી નિયામક મંડળના ડિરેક્ટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.