અરવલ્લી જિલ્લાના મંદિરોમાં ભૂદેવો દ્વારા પ્રાર્થના : લોકોએ ઘરોમાં હવન કર્યા

અરવલ્લી
અરવલ્લી

ભારત દ્વારા અવકાશમાં ચંદ્ર પર ચંદ્રયાન-3 પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે હવે ગણતરીના કલાકો બાકી છે અને કોઈપણ પ્રકારનું વિઘ્ન ના આવે તે માટે સમગ્ર દેશમાં આજે પ્રાર્થના, હોમ હવન યોજાઈ રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના યોજાઈ હતી.


આજે ભારત દેશ અવકાશ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. દેશના ગૌરવમાં ચાર ચાંદ લાગે એવી અનોખી સિદ્ધિ ભારતીય વૈજ્ઞાનિકોની મહેનત દ્વારા પ્રાપ્ત થવાની છે. ચંદ્રયાન-3 હવે ચંદ્રની બિલકુલ નજીક છે. ત્યારે કોઈપણ પ્રકારનું વિઘ્ન ના આવે અને સફળતા પૂર્વક યાન ચંદ્ર પર લેન્ડ થાય તે માટે આજે સમગ્ર અરવલ્લી જિલ્લામાં દેવ મંદિરોમાં અને રહેઠાણોમાં પ્રાર્થના અને હોમ હવન કરવામાં આવી રહ્યાં છે. જેથી ચંદ્રયાન-3 સફળતા પૂર્વક ચંદ્ર પર ઉતરી શકે. આખી દુનિયા જ્યારે ભારતની અનોખી સિદ્ધિ તરફ મીટ માંડીને બેઠું છે. ત્યારે યાન લેન્ડિંગની સફળતામાં પ્રાર્થના કરવા અરવલ્લી જિલ્લાની જનતા સહભાગી બની છે અને ભગવાન પાસે ચંદ્રયાન સફળતા પૂર્વક લેન્ડ થાય તે માટે પ્રાર્થના પૂજન અર્ચન કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.