મોડાસાથી કંથારિયા જતી એસટી બસમાં 20થી વધુ લોકોએ હુમલો કર્યો

અરવલ્લી
અરવલ્લી

હાલ લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બાજુએ રાખી કોઈપણ સમયે ગમે તે સ્થળે હુમલા, ઘર્ષણ અને મારામારી કરતા હોય છે. એમને કાયદાનો ડર રહ્યો નથી. આવી જ એક ઘટના શામળાજી પાસે ચાલુ એસટીમાં બનવા પામી છે.મોડાસાથી મોટા કંથારિયા જતી એસટી બસ ફૂલ પેસેન્જરો ભરીને નીકળ્યા બાદ એસટી બસ શામળાજી પાસે આવેલા દહેગામડાં પહોંચી કે તરત ત્યાં બસમાં સીટ રોકવા બાબતે એક પરિવાર સાથે અન્ય એક મુસાફરને બાબાલ થઈ હતી. આ બબાલ વધુ ઉગ્ર બની અને મારામારીમાં પરિણમી હતી.


એક સાથે 20થી વધુ લોકો સીટ પર બેસેલા એક પરિવારને મારવા લાગ્યા હતા. આવી મારામારી જોઈ અન્ય મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. ડ્રાઈવર કંડકટર અને અન્ય મુસાફરો એ બધાને છૂટા પાડ્યા અને ભોગ બનનાર પરિવારે શામલાજી પોલીસમાં ફરિયાદ કરી છે. આમ જાણે કાયદાનો કોઈ ડર ના હોય એમ ચાલુ એસટી બસમાં આવા ખતરનાક હુમલો કરીને ક્યાંય હુમલાખોરો તંત્રને પડકાર ફેક્તા હોય એવું લાગી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.