જિલ્લામાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, બપોરે પણ જોવા મળ્યું ધુમ્મસ

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. ચારે તરફ ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું છે. વહેલી સવારથી ભારે ધૂમમ્સ જોવા મળ્યું. છેક બપોર સુધી ધુમાળિયું વાતાવરણ જોવા મળ્યું. એક તરફ ધૂમમ્સ અને બીજી તરફ ઠંડી જેના કારણે લોકોએ પણ કામ સિવાય ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. લગ્ન સરાની સિઝનમાં પણ પાંખી હાજરી જોવા મળી છે.

હાઇવે પર આવતા જતા વાહન ચાલકોને પણ દિવસે લાઈટ ચાલુ રાખવાની ફરજ પાડી છે. ખેતી પાકમાં ખરા સમયે ઠંડી પડતા ઘઉં, ચણા, અડદ,કપાસના પાકમાં ફાયદો થશે. ત્યારે જતા જતા ઠંડીની જમાવટથી વાતાવરણ પણ ખુશનુમા જોવા મળ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.