મેઘરજના કાલીયાકૂવા પોલીસ ચોકી પાસે અકસ્માતમાં કારચાલકનું મોત

અરવલ્લી
અરવલ્લી

પર પ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અનેક પેતરા રચી બુટલેગરો સક્રિય બનતા હોય છે ત્યારે, રાજસ્થાન તરફથી દારૂ ભરીને પુરપાટ ઝડપે ગુજરાતમાં જતી કાર કાલિયાકૂવા પોલીસ ચોકી પાસે ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી અને કારચાલકનું સ્થળ પર જ મોત થયું હતું.

ઘટનાને લઈ કાલિયાકૂવા પોલીસ ચોકીના કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા અને તપાસ કરતા કારચાલક ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. મેઘરજથી પોલીસની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી હતી. કેટલીક દારૂની બોટલો અકસ્માતના કારણે ફૂટી ગઈ હતી. કારને ક્રેન દ્વારા મેઘરજ પોલીસ સ્ટેશન લવાઈ હતી. કારમાં રહેલો દારૂ પણ સુરક્ષિત મેઘરજ પોલીસ સ્ટેશન લવાયો હતો. મૃતક રજાક મજીદ પઠાણ મૂળ આણંદ જિલ્લાના બાકરોલનો રહીશ છે. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજ CHC ખસેડાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.