માદક પદાર્થ પોષડોડા સાથે ઝડપાયેલ આરોપીને 3 વર્ષની સખત કેદની સજા

અરવલ્લી
અરવલ્લી

ગાંધીના ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે બુટલેગરો કોઈને કોઈ યુક્તિ અજમાવતા હોય છે, પરંતુ પોલીસની સક્રિયતાના કારણે આવા નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસતા અટકાવવામાં આવેછે અને બુટલેગરોને ઝડપી લેવાય છે. ત્યારે આવા ઝડપાયેલ આરોપીઓને કોર્ટ દ્વારા પણ કડક સજા સાંભળવામાં આવે છે. આવા જ એક કેસમાં અરવલ્લી સેશન્સ કોર્ટે આરોપીને સખ્ત કેદની સજા સંભળાવી છે.

મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ હંગામી બસ સ્ટેશનમાં તારીખ 10 ઓગષ્ટ 2021ના રોજ રાજસ્થાન તરફનો એક શખસ માદક પદાર્થ પોષડોડા સાથે એસટી બસમાં મોડાસા બસ સ્ટેશનમાં આવશે એવી બાતમી હતી. આ બાતમી આધારે પોલીસ બસ સ્ટેશનમાં વોચમાં હતી તે સમયે એક ઇસમ શંકાસ્પદ જણાયો એની તલાશી લેતા રૂપિયા 5,600ની કિંમતના 3.5 કિલો પોષડોડા સાથે રામચંદ્ર કસ્તુરદાસ થોરી નામનો આરોપી ઝડપાયો હતો. મોડાસા પોલીસે આરોપી સામે NDPS હેઠળ ગુન્હોનોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે અરવલ્લી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને ફરિયાદી પક્ષે સરકારી વકીલ જે.ડીયપંચાલ કેસ લડી રહ્યા હતા. જે બાબતની સેશન્સ કોર્ટમાં જ્જ એચ.એન.વકીલની કોર્ટમાં સુનાવણી હાથ ધરતા કોર્ટે આરોપી રામચંદ્ર કસ્તુરદાસને 3 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ કર્યો છે અને જો દંડ ના ભરે તો વધુ 3 માસની સજાનો કોર્ટે આદેશ કર્યો છે. આમ અન્ય નશીલી ચીજવસ્તુઓની હેરાફેરી કરતા બુટલેગરો સજાગ બને અને ગુજરાતી યુવાધન નશાના ખપ્પરમાં હોમાતા અટકે તે માટે કોર્ટે પ્રેરણાદાયી ચુકાદો સંભળાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.