માલપુરમાં ૧૧ કરોડના ખર્ચે તૈયાર કરેલ ગટરલાઈનમાં ભંગાણ

અરવલ્લી
અરવલ્લી

માલપુરમાં ૧૧ કરોડના ખર્ચે કરેલ ગટરલાઈનમાં ભંગાણ સર્જાયુ છે. હાઇવે પાસેની ગટરમાં કોઇ કારણસર ભંગાણ સર્જાતા દૂષિત પાણીના ફુંવારા ઉડતા જોવા મળ્યા હતા. ગટરમાં લીકેજથી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. દૂષિત પાણી ગામના તળાવમાં જતાં રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. ઘટનાને લઇ તંત્ર દ્રારા લીકેજ રીપેર કરવા દોડધામ જોવા મળી હતી.
 
અરવલ્લી જીલ્લાના માલપુરમાં કરોડોના ખર્ચે તૈયાર કરેલ ગટરલાઇનમાં ભંગાણ સર્જાયુ છે. મહત્વનું છે કે, ગત દિવસોએ ૧૧ કરોડના ખર્ચે રૂબર્ન યોજના હેઠળ ગટરલાઈનનું કામ કરવામાં આવ્યુ હતુ. જોકે આજે વહેલી સવારે અગમ્ય કારણોસર ભંગાણ સર્જાયુ છે. ભંગાણને લઇ દૂષિણ પાણીના ફુવારા ઉડ્યા હતા. દૂષિત પાણી તળાવમાં જતાં ગ્રામજનોમાં રોગચાળાની દહેશત ફેલાઇ છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.