સિદ્વાંતોને જીવી જાણનાર

વિચાર વૈભવ
વિચાર વૈભવ

ધર્માનંદ કોસંબી બૌદ્વ સાધુ હતા અને પાલિ ભાષાના આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા વિદ્વાન હતા. પ્રોફેસરની મોટા પગારની નોકરી સહેલાઇથી મળી શકી હોય, પરંતુ સેવાનું ક્ષેત્ર અને સ્વેચ્છાએ ગરીબાઇનું જીવન પસંદ કર્યાં. ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે પ્રોફેસર કોસંબી તેમાં જાડાયા. પાછળથી જીવનના છેવટના ભાગમાં પોતાના અંતિમ દિવસો ત્યાં ગાળવાને તેઓ આશ્રમમાં આવ્યા. તેમના દીકરો તથા દીકરી સારી Âસ્થતિમાં હતા અને તેમની સાથે રહીને કોસંબીજી સગવડભર્યું જીવન જીવી શક્યા હોત. પરંતુ આશ્રમના વાતાવરણમાં જીવવાનું અને મરવાનું તેમણે પસંદ કર્યું. આશ્રમવાસીઓની સેવા લેવાને પણ તે ઇચ્છતા નહોતા. પોતાના આશ્રમ વસવાટ દરમિયાન તે લગભગ ઉપવાસી જ રહ્યા. તે મરણને આરે આવી પહોંચ્યા ત્યારે પણ તેમના દીકરા-દીકરીને બોલાવવાની, પોતાની વિશિષ્ટ બૌદ્વ સમતાથી, તેમણે ના પાડી. એને બદલે પોતાની સારવાર કરનાર આશ્રમવાસીને બોલાવ્યો, આશીર્વાદ આપવા પોતાનો હાથ તેના માથા પર મૂક્યો અને પૂરી શાંતિથી તેમણે પ્રાણ છોડ્યા. તેમના મૃત્યુ વિશે ગાંધીજીએ કહેલું ઃ ''બુદ્વના સિદ્વાંતો તેમણે પોતાના જીવનમાં ઉતાર્યાં હતા અને એ વસ્તુએ મૃત્યુને વફાદાર મિત્ર તથા મુÂક્તદાતા તરીકે લેખવાનું તેમને શીખવ્યું હતું.
પ્યારેલાલ (અનુ. મણિભાઇ દેસાઇ)

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.