મોગરો

વિચાર વૈભવ
વિચાર વૈભવ

યહૂદી ધર્મગુરુ રબ્બી બાર્ડિકટેવ.. 
દૂર-દૂરથી લોકો તેમની પાસે આવે અને પોતાની સમસ્યાનું સમાધાન મેળવે.. 
અતિવ્યસ્ત જીવનથી થાકેલા- કંટાળેલા અને સંઘર્ષમય જીવનથી હારેલા લોકો તેમની પાસે આવીને શાંતિ, સ્વસ્થતા અને પ્રસન્નતા મેળવતા. 
સલાહ લેવા આવેલા લોકોને બાર્ડિકટેવ સુંદર મજાનું માર્ગદર્શન પણ આપતા. 
એક દિવસ એક ગરીબ ઘોડાગાડીવાળો ધર્મગુરુ બાર્ડિકટેવ પાસે આવ્યો. અને હાથ જાડીને નમસ્કાર કરીને બોલ્યોઃ ‘હું ખૂબ જ ગરીબ માણસ છું. મોટા કુટુંબનું ગુજરાન ચલાવું છું. આખો દિવસ પરિશ્રમ કરું છું. ઘોડાગાડી ચલાવીને મારા કુટુંબનું ભરણપોષણ કરું છું. દિવસ દરમિયાન સતત અને સખત મહેનત કરું છું. તેથી રાત્રે થાકીને સૂઈ જાઉં છું. અને સવારે ફરી આ મહેનતમાં મસ્ત- વ્યસ્ત બની જાઉં છું. તેથી મને ક્યારેય ભગવાનની પ્રાર્થના કરવાનો સમય નથી મળતો. 
અને મને ચિંતા છે કે જા હું આ પ્રાર્થના નહીં કરુ તો મારું કલ્યાણ કેમ થશે? હવે આપ મને એવો કોઈ રસ્તો બતાવો કે જેથી મારું કલ્યાણ થઈ શકે?’
‘ઘોડાગાડીવાળાની આ વાત સાંભળી રબ્બી બાર્ડિકટેવે પૂછ્યું- ‘ઘોડાગાડી ચલાવતી વખતે શું તું જરૂરતમંદોની સેવા કરે છે? અર્થાત્‌ જે લોકો વિકલાંગ હોય તેને તું તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે? અને જે પૈસા આપી શકે તેમ નથી, તેમના પ્રતિ હમદર્દી બતાવે છે? 
પેલાએ કહ્યુંઃ ‘જેઓ રકમ ચૂકવી શકે તેમ નથી, તેમને હું મફતમાં પણ ગંતવ્ય સ્થાને લઈ જાઉં છું. વળી, જે મને કમાણી થાય છે, તેમાંથી હું અમુક રકમ કાઢી પશુ- પંખીઓને ચણ નાંખું છું.’
યહૂદી ધર્મગુરુ રુબ્બી બાર્ડિકટેવે કહ્યું- ‘જા તું આટલી વ્યસ્તતા વચ્ચે અને આવી પરિÂસ્થતિ વચ્ચે પણ દીન- દુઃખી – દરિદ્રી- વિકલાંગ- પશુ- પંખીની સેવા કરી શકતો હોય અને કરતો હોય તો તારે આ સાંજની- પ્રાર્થનાસભામાં આવવાની કોઈ જરૂર નથી. તું જે સેવા કરે છે, એ જ તારી સાચી પ્રાર્થના છે.’
-પં.રાજહંસવિજયજી ગણિ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.