‘ભાઈ, મારી એક વાત સાંભળશો?’
‘બોલો’
‘આ બહેન જે ભાષણ કરી રહ્યા છે ને,એને રોકો’
‘કેમ શું થયું?’
‘બે કલાકથી એ બોલબોલ કરી રહ્યા છે’
‘મારી વાત સાંભળશો?’
‘બોલો’
‘ હું એને વીસ વરસથી સંભાળી રહ્યો છું’
‘હેં?’
‘હા, હું એનો પતિ છું’
*****
‘ધન્ય જીભ તો તેને રે કહીએ, વાણી વિમળ ઉચ્ચારતી રે, પાપ- તાપ- સંતાપ શમાવે તન- મન શીતળ કરતી રે’ જીભ તો ઘણી મળે છે પણ આવી જીભ તો શોધવા જવું પડે. શબ્દો તો ઘણા સાંભળવા મળે છે પણ આવા શબ્દો સાંભળવા માટે તો કદાચ મહિનાઓ કે વરસો સુધી રાહ જાવી પડે છે. કેવી કમાલની કરુણતા સર્જાઈ છે કે બાબાને બાબાની મમ્મી બોલતા શીખવે છે જ્યારે બાબાના પપ્પા બાબાની મમ્મીને મૌન કેમ રહેવું એ શીખવે છે! એટલું જ કહીશ કે સમયને અને સંપત્તિને જા વેડફવા જેવી નથી તો શબ્દોને પણ વેડફવા જેવા નથી જ!
શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ