ડો.સેમ્યુઅલ જાનસન
ડો.સેમ્યુઅલ જાનસન
અંગ્રેજીનો પહેલો શબ્દકોશ બનાવનાર ડો. જાનસને શબ્દોને કક્કાવારી પ્રમાણે લખ્યા. પરંતુ શબ્દની આગળ અર્થ લખવાને બદલે અર્થ ઘટન લખ્યું. દા.ત., સિગારેટ’નો અર્થ એમણે લખ્યો -‘સિગારેટ કાગળમાં વીંટાળેલી તમાકુ છે, જેની એક તરફ ધુમાડો હોય છે, અને બીજી બાજુ એક બેવકૂફ.’
રીત ઃ
ડોકટર જાનસન ખાવા-પીવાના ખૂબ જ શોખીન હતા.એમના મિત્રો જાણતા હતા કે કાકડી પ્રત્યે એમને ખૂબ જ ચીડ હતી.
એક વાર એમને ચીડવવા માટે જ એમના એક મિત્રે પૂછ્યું ઃ ‘ડોકટર જાનસન ,આપના ખ્યાલ ઃ મુજબ કાકડી ખાવાની સારી રીત કઈ છે?’
ડોકટર જાનસન સમજી તો ગયા કે આ પૂછવાનો હેતુ શું છે, પણ એમણે તો એવો ભાવ વ્યક્ત કર્યો કે જાણે એમને ખરાબ ન લાગ્યું હોય. એમણે કહ્યું ઃમારા ખ્યાલ મુજબ પહેલાં એને બરાબર ધોઈ નાંખવામાં આવે. પછી એના નાના કકડા કરવામાં આવે . બને તો સિરકા યા સલાહ પણ એમાં ભેંળવવામાં આવે અને…’
વચ્ચે જ એમનો મિત્ર ખુશ થતાં બોલ્યોઃ ‘અને પછી એ ખાવામાં આવે?’
‘જી ના, ડોકટર જાનસને કટાક્ષમાં કહ્યું ઃ ‘આ તૈયાર કરેલી પ્લેટને ધીમેથી ઉઠાવીને નજદીકની બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવે.’ અને ગુસ્સાથી બોલ્યા ઃ ‘ભલા, આ પણ કોઈ ખાવાની વસ્તું છે. ?
-યશવંત કડીકર