જયારે નેતાઓ ગુનામાં પકડાઈ જાય

વિચાર વૈભવ
વિચાર વૈભવ

 આજકાલ પ્રધાનશ્રી- નેતાઓ ગુનામાં પકડાઈ જાય, બહુ ઊહાપોહ થાય એટલે મુખ્યપ્રધાન કે કેન્દ્ર ‘તપાસપંચ’ નીમી દે, એનો ચુકાદો આવે જ નહીં અને આવે તો પણ ઘરના ભૂવા જેવો. 
અકબરનો પ્રધાન બિરબલ ચતુર હતો. એને ખબર હતી કે આપણે ક્યારેક ને ક્યારેક ‘‘કૌભાંડ’’ માં ફસાઈ જવાના, એટલે બાદશાહ પાસેથી ‘વચન’ માગી રાખ્યું હતું, ધારો કે હું પકડાઈ જાઉં તો મારી તપાસ હું કહું એ ‘પંચ’ ને જ સોંપવી. 
એકવાર બિરબલ ‘પંદર સો’  રૂપિયાના કમિશનમાં આવી ગયો. બે- ત્રણ મુલ્લાએ યોજેલા કાવતરાનો ભોગ બન્યો હતો. બાદશાહે પૂછ્યું, ‘બોલ! બિરબલ, શું કરશું? બિરબલ કહ ે, ‘તમે વચન આપ્યું છે એ મુજબ ‘ચમાર પંચ’ ને મારો કેસ સોંપી દ્યો.  એ કહેશે એ મુજબ હું દંડ ભરવા તૈયાર છું. 
ચમાર પંચના સભ્યો એ પોતાની આવક અને હેસિયતને ધ્યાનમાં રાખી તપાસ કરી. પંચે અંદરોઅંદર ચર્ચા કરી દોઢસો રૂપિયાથી સજાની શરૂ કરી  પણ બીજા પંચોએ સવા- સો, સો- વગેરે વધુ  પડતા જણાયા. આખરે પચાસ રૂપિયા પર સર્વસંમતિ સધાઈ. 
દિવસના, મરેલાં પશુ ઢસડવાના માંડ બે રૂપિયા કમાતા ચમારપંચે પચાસ રૂપિયાનો દંડ જાહેર કર્યો. બિરબલે તરત ભરી દીધો. 
રાજા બિરબલ સાથે રહી થોડો ઘણો ચતુર થઈ ગયો હતો. ‘પંચ’ ની પસંદગીનું રહસ્ય સમજી ગયો અને મૂછમાં હસ્યો. 
– સુરેશ પ્રા.ભટ્ટ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.