‘ઈશ્વરની કૃપા થઈ’ અને શ્રદ્ધા-
ઈશ્વરને અને ઈશ્વરની કૃપાને ઓળખવાની દૃષ્ટિ જાઈએ. કોઈ પ્રસંગમાં ‘ઈશ્વરની કૃપા થઈ’ અને શ્રદ્ધા- વિશ્વાસ હોય તો ઈશ્વર તમને સતત સહાય કરતો હાજરાહજૂર દેખાય, બાકી મેં કહ્યું, હું કરું છું. મેં પ્રયત્ન કર્યો.- આવી ડંફાર મારનારને ઈશ્વર કદી દેખાતો કે મદદ કરતો નથી.
આવા ડંફાસવીરના ગામમાં એકવાર મોટું પૂર આવ્યું. ચારેકોર પાણી- પાણી, પેલો ડંફાસવીર એક મંદિરની ધજા પકડી ટોચ પર ઊભો રહ્યો. હવે એને ભગવાન શિવમાં શ્રદ્ધા જન્મી હતી.
ત્યાં એક તરાપો પસાર થયો. તરાપાવાળાએ કહ્યું, ‘બેસી જા, કયાંક બચી જશું!’ પેલાએે ના પાડી.
ત્યાં થોડીવારે હેલિકોપ્ટર માંથી સીડી આવી. કહ્યું, ‘પકડી લે અને ઉપર આવી જા!’
પેલો ન આવ્યો, કહ્યું, ‘મને મહાદેવ ભગવાન ખુદ જ બચાવવા આવશે. તો જ આવીશ!’
અને પાણીનો ફોર્સ વધ્યો, ડંફાસવીર તણાઈ મરી ગયો, મહાદેવના ગણ તેને હિમાલય લઈ ગયા. પેલાએ ફરિયાદ કરી, ‘ભગવાન તમે મને બચાવવા કેમ ન આવ્યા?’
ભગવાન કહે, ‘હું તરાપો લઈને, હોડી લઈને અને હેલિકોપ્ટર લઈને આવ્યો હતો પણ તારી પાસે મને ઓળખવાની દૃષ્ટિ જ ક્યાં છે??
– સુરેશ પ્રા.ભટ્ટ