આજે નેતાઓ-અધિકારીઓ અબજાનું કાળું નાણું એકત્ર કરે છે

વિચાર વૈભવ
વિચાર વૈભવ

આજે નેતાઓ-અધિકારીઓ અબજાનું કાળું નાણું એકત્ર કરે છે અને અંતે આવક કરતાં  સંપત્તિના તિના છેડા મળતા નથી અને પોતે જેલમાં અને સંપત્તિ જપ્ત થઈ જાય છે. એમને પછી અફસોસ થાય છે કે નહીં એની તો ખબર નથી. પણ જા દાન- પુણ્ય- ધર્મ કંઈક કર્યું હોત તો ક્યાંક થીગડું કદાચ લાગે પણ… પણ એમને આવી  વૃત્તિ કે વિચાર આવતાં જ નથી.
એકવાર આવા કૌભાંડી અબજાના માલિક પ્રધાનશ્રીની તપાસ શરૂ થઈ. સાહેબ ફફડવા લાગ્યા. ત્યારે ભગવાન બુદ્ધ ત્યાંથી વિહાર કરતા હતા.  સાહેબ ભગવાન બુદ્ધનાં ચરણે પડી ગયા અને કહ્યું, ‘ભગવાન! મારી પાસે અબજા છે, કોઈ ખાનાર નથી, પત્ની-  પુત્ર એક અકસ્માતમાં મરી ગયાં, જમાઈ સાથે લેણા- દેણીમાં અબોલા છે, મારે દાન- પુણ્ય કરવાં છે. આપ કહો, હવે હું શું કરું?!’
ભગવાન  કહે, ‘મને એનું દુઃખ છે કે તમે કોઈને કંઈ જ દાન-  પુણ્ય-  મદદ નહીં કરી શકો કારણ કે તમે પોતાની જાતને મદદ કરી શકો એવી તમારી વૃત્તિ જ નથી. તમારા હૃદયમાં કરુણા નથી, પાયાનું તત્વ પ્રેમ પણ નથી, તમે શંકાશીલ અને સ્વાર્થી વૃત્તિના  સંગ્રહખોર છો, તેથી તમે કોઈને કંઈ આપવા  વિચારશો ત્યાં જ તમારો અંતરાત્મા તમને અટકાવશે. આ જાઈ મને પણ રડવું આવે છે. 
– સુરેશ પ્રા.ભટ્ટ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.