લીગમાં સતત 16 સીઝન સુધી એક જ ટીમ માટે રમનાર તે એકમાત્ર ખેલાડી

Sports
Sports

IPL એ વિશ્વની સૌથી વધુ જોવાયેલી ક્રિકેટ લીગ છે. ઘણા સ્ટાર ક્રિકેટરોએ અહીં રમીને પોતાની કારકિર્દી બનાવી છે. આઈપીએલમાં રમીને ખેલાડીઓને પૈસા અને પ્રસિદ્ધિ બંને મળે છે. આઈપીએલની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી અને આઈપીએલની છેલ્લી સીઝન વર્ષ 2023માં રમાઈ હતી. આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 16 સીઝન રમાઈ છે. આ 16 સિઝનમાં એક જ ખેલાડી એવો છે જેણે તમામ સિઝન એક જ IPL ટીમ સાથે રમી છે. વિરાટ કોહલીએ 2008 થી 2023 સુધી IPLમાં RCB માટે સતત 16 સીઝન રમી હતી. લીગમાં સતત 16 સીઝન સુધી એક જ ટીમ માટે રમનાર તે એકમાત્ર ખેલાડી છે. વર્ષ 2008માં કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. જે બાદ આરસીબીની ટીમે તેને ખરીદ્યો હતો. તેની શ્રેષ્ઠ બેટિંગ કારણે તે RCBની મહત્વની કડી બની ગયો.

વિરાટ કોહલી આરસીબીની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે. તેણે 143 મેચોમાં RCBની કેપ્ટનશિપ કરી છે, જેમાંથી RCBએ 66માં જીત મેળવી છે અને 70માં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચ ટાઈ રહી છે. ચાર મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. હાલમાં તેના સ્થાને RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે. IPL 2022 પહેલા, કોહલીને RCB ટીમે 15 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને રન મશીન તરીકે ઓળખવામાં આવે છે. એકવાર તે ક્રિઝ પર રહે તો આરસીબીની જીત નિશ્ચિત જણાય છે. કોહલી તેની આક્રમકતા માટે પણ પ્રખ્યાત રહ્યો છે. તેણે IPL 2016માં સૌથી વધુ રન બનાવ્યા હતા. IPLની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. કોહલીએ અત્યાર સુધીમાં તેણે IPLમાં 237 મેચ રમી છે અને કુલ 7263 રન બનાવ્યા છે, જેમાં 7નો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 50 અડધી સદી પણ ફટકારી છે. તે 10 વખત શૂન્ય પર આઉટ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.