શું તમને ખબર છે કે, ઉનાળાની ઋતુમાં કેટલા પ્રમાણમાં શેરડીનું રસ પીવું જોઈએ : તેના ફાયદા નુકસાન શું

સંજીવની
સંજીવની

ડીસાના આરોગ્ય અધિકારી ડોક્ટર પીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે: ઉનાળામાં કાળઝાળ ગરમીથી લોકો રક્ષણ મેળવવા માટે અલગ-અલગ ઠંડાપીણાનું સેવન કરતા હોય છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા લોકો કોલ્ડડ્રિંક્સના બદલે ઉનાળામાં મળતા શેરડીના રસનું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે. પરંતુ ઉનાળાની ઋતુમાં કેટલા પ્રમાણમાં શેરડીનો રસ પીવું જોઈએ, અને શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે કેટલો ગુણકારી છે. તે અંગે ડીસાના આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરીએ વિગતવાર માહિતી આપી હતી.ઉનાળાની શરૂઆત થતા જ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ જતો હોય છે તેની સીધી અસર જનજીવન પર વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે આ વિસ્તારમાં સૌથી વધુ ગરમી પડવાના કારણે લૂ લાગવાના પણ પ્રશ્નો વધુ સામે આવતા હોય છે. આવા સમયે સ્થાનિક લોકો ગરમીથી રક્ષણ મળી રહે તે માટે શેરડીના શરબતનું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે.

પરંતુ શું તમને ખબર છે કે, ઉનાળાની ઋતુમાં કેટલા પ્રમાણમાં શેરડીનું રસ પીવું જોઈએ અને તેના ફાયદા નુકસાન શું છે.ડીસાના આરોગ્ય અધિકારી ડોક્ટર પીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગરમી પડવાના કારણે લૂ લાગવાના બનાવો વધુ સામે આવતા હોય છે જેમાં ખાસ કરીને નાના બાળકો સગર્ભા મહિલાઓ તેમજ વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે.આયુર્વેદમાં શેરડીના રસને અમૃત સમાન ગણવામાં આવ્યો છે. કારણ કે શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો છે. સાથોસાથ તે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક પણ આપે છે. સાથોસાથ તે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, જે સ્થળે સફાઈ હોય તે જ સ્થળે શેરડીનો રસ પીવો જોઈએ.શેરડીનો રસ પીવાથી પેટનો દુખાવો, ચક્કર આવવા, થાક લાગવો, માથું દુખવું વગેરે જેવી સમસ્યાથી ઝડપી રાહત મળે છે. રસમાં પોષકતત્વો હોવાથી  તેને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન ગણવામાં આવે છે. પરંતુ ગરમીની ઋતુમાં શહેરમાં અનેક શેરડીના કોલા પર લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે શેરડીના જ્યુસનું સેવન કરતા હોય છે. પરંતુ જો કોલા પર સાફ સફાઈ ન હોય તો તેવા સ્થળે રસ પીવો જોઈએ નહીં.કારણ કે અન હાઈજેનિક હોવાથી રસથી ફાયદો થવાના બદલે સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.