વેક્સીન અને હૃદયરોગ

સંજીવની
સંજીવની

હ્રદય એટલું નાજુક અવયવ છે કે, ચિંતા, ભય, ક્રોધની અવળી અસર જેટલી ઝડપથી થાય છે તેથી પણ વધુ પ્રેમ, ઉષ્મા, હુંફની સારી અસર થાય છે અને હ્રદય એટલું મજબૂત છે કે, સગર્ભા જીજાબાઈના પિતા અને ભાઈની હત્યા તેમની સામે કરવામાં આવી હોવા છતાંપણ તે ના રડી, ના ડગી કે ના નિરાશ થઇ અને મજબૂત બનીને સગર્ભાના કપરા દિવસો પસાર કરીને શિવાજીને જન્મ આપ્યો અને છત્રપતિ બનાવ્યો.

હૃદયની તંદુરસ્તીનો આધાર મન ઉપર છે અને મનનું સ્થાન હૃદયમાં છે. મન એટલે સંકલ્પ. આપણો સંકલ્પ જેટલો ભવ્ય, ઉચ્ચ અને ઉદાત હશે તેટલું મન મજબૂત બનશે અને તેટલું હૃદય પણ મજબૂત- તંદુરસ્ત બનશે.

આ બધી વાતો વાંચીને તમે કહેશો કે ભાઈ, કોરોના વેક્સીન- કોવીશીલ્ડ લેવાથી ટીટીએસ- થ્રોમ્બોસાઈટોપેનીયા સિન્ડ્રોમનાં કારણે લોહી જામી શકે છે અને શરીરમાં બ્લડ કલોટ થતાં બ્રેન સ્ટ્રોક કે હૃદયરોગનો હુમલો થવાની આશંકા રહે છે. તેના કારણે શરીરમાં પ્લેટલેટ્સ પણ નીચે આવી શકે છે. તેવું આ રસી બનાવનાર બ્રિટનની એસ્ત્રોજેનેકા કંપનીએ યુકેની હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો છે તો શું આ બધું ખોટું?

૧. આજે જોવા મળતા હાર્ટએટેક કે બ્લોકેજનાં કેસમાં જેટલો વેક્સીનનો ફાળો છે તેટલોજ ફાળો એકને થયો, બીજાને થયો મને પણ બ્લોકેજ આવશે તે ભય પણ તેટલોજ જવાબદાર છે. સારા હેતુથી વેક્સીનતો લઇ લીધી, હવે લીધા પછી ગભરામણ રાખવી નહી. મનથી મજબૂત રહેવું.

૨. જેમ ગળામાં કફ ભરાઈ જાય અને ખૂ કરીને કફ બહાર કાઢવામાં આવે છે પરંતુ આધુનિક દવાઓ તો શ્વાસનળી પહોળી કરનારી જ દવાઓ આપે છે. તેવીરીતે હૃદયને લોહી પહોંચાડનાર નળીમાં કફ ભરાઈ જાય તો શું કરવું? ત્યાંથી કાંઈ ખૂ કરીને બહાર નીકળે નહિ તેથી ત્યાં પણ હ્રદયની નળી પહોળી કરનારી દવાઓ અર્થાત સ્ટેન્ટ મૂકવામાં આવે છે કે બાયપાસ સર્જરી કરવામાં આવે છે. હવે આપણે વિચાર કરીએ કે, શું આ સાચી સારવાર છે?

૩. આયુર્વેદે જેમ કફને ખોતરીને બહાર કાઢવા માટે લસણ, હળદર, તજ, મરી, મગ, મધ, ઈલાયચી, અરડુષી, તુલસી, જેઠીમધ, અર્જુન, લીંડીપીપર, સુવર્ણ ભસ્મ જેવી દિવ્ય ઔષધિઓ આપી છે તેમ હૃદયની લોહીની નળીઓમાંથી કફ એટલેકે બ્લોકેજ કાઢીને ચોખ્ખી કરવા માટે પણ આ જ ઔષધિઓ ઉપરાંતમાં વિશેષ સારવાર અનુભવી વૈદ્ય આપી શકે છે.

૩. લંઘન: જે કોઈ પધ્ધતિ શરીરને હલકું- હળવું રાખે તે પધ્ધતિ લંઘન કહેવાય. લંઘનથી આમદોષનું પાચન થાય, લોહી શુદ્ધ થાય, વાયુનું શમન થાય, અવરોધ દૂર થાય, રોગનું શમન થાય અને શરીરમાં સ્ફૂર્તિ આવે. હા!! શરીરમાં વાયુ વધે અને ધાતુઓ ઘટે ત્યાં સુધીનું લંઘન કરવું જોઈએ નહિ.
સાચી વાત ત્યાં છે કે, આપણને સાચી ભૂખનો અનુભવ થતો જ નથી. ભૂખથી અડધું જમવાની ટેવ, શનિવાર કે એકાદશીનો ઉપવાસ કરવાની આપણા સમાજની જે પધ્ધતિ છે તે લંઘન છે.

૪. શું આયુર્વેદ હૃદયની એટેક જેવી ઇમરજન્સીમાં ઉત્તમ પરિણામ આપી શકે?. ચોક્કસ. ઈમરજન્સી અને મૂળગામી, સસ્તી અને સરળ છે આયુર્વેદ સારવાર. ઝાઝો વિચાર કરવામાં આવે નહિ તો પણ અહી જણાવેલ ઔષધિઓ જ ઇમરજન્સીમાં ઉત્તમ પરિણામ આપનાર છે.

૫. શું સાબિતી?. મને તો એ જ સમજાતું નથી કે જે વિજ્ઞાનમાં આજે શોધાય છે, કાલે હોંશે હોંશે સૌ તેને અપનાવે છે અને બીજા દિવસે તેનાથી હજારો લોકો મૃત્યુ પામે છે છતાં તેની પાસે કોઈ સાબિતી માંગતું નથી અને જે વિજ્ઞાન હજારો વર્ષથી સફળ છે, અનુભવની એરણ ઉપર ઘડાયેલ છે તેની પાસે સાબિતી માંગવામાં આવે છે. જેમ આજના રાજકીય લોકો ભગવાન રામ થયા હતા કે કેમ તેની સાબિતી માંગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.