હિંમતનગરના ઘરફોડ ચોરીના ગુનામાં 1 વર્ષથી ભાગતા ફરતા આરોપીને SOGએ ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના મોતીપુરામાંથી છેલ્લા એક વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપીને એ ડીવીઝન પોલીસને સોપ્યો હતો. આ અંગે SOGના PI એન.એન.રબારીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા SOG સ્ટાફના ભાવિનકુમાર ભાવેશકુમાર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ATS ચાર્ટરને લગતા ગુનામાં કામગીરીને લઈને પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતા આરોપી જે હિંમતનગરના મુખ્ય બસ સ્ટેન્ડ સામે આવેલ ગુરુનાનકનગરમાં રહેતા રાજાસિંઘ દીપસિંઘ સરદારને ને હિંમતનગરના મોતીપુરા સર્કલ પર અમદાવાદ જવાના રોડ પરથી મળી આવ્યો હતો. જેને CRPC કલમ 41(1)મુજબ અટક કરીને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.