ભુજ-બાંદ્રા અને ભુજ- દાદર ટ્રેનના સ્ટોપેજ સહિતના પ્રશ્નોની રજુઆત
ભાભર રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે સલાહકાર સમિતિની બેઠક મળી: ભાભર રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ ભાભર રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો અને ગ્રામજનો સાથે રેલવે સ્ટેશન માસ્તર દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ આયોજીત મિટિંગમાં ભાભરનો મુખ્ય પ્રશ્ન ભાભર રેલ્વે સ્ટેશનથી પસાર થતી અને રેલવે સ્ટેશન પર ઊભી ના રહેતી ભુજ -બાંદ્રા તેમજ ભુજ- દાદર ટ્રેનોના સ્ટોપેજ માટેની રજૂઆત કરવામાં આવી હતી.તેમજ ભાભર રેલવે સ્ટેશન ખાતે ઉપરોક્ત ટ્રેનો સિવાયની જે પણ ટ્રેનો પસાર થતી હોય તે ટ્રેનોના રિઝર્વેશન કોટા અને ટિકિટ બારીની માંગણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રેલ્વે સલાહકાર બોર્ડ ભાભરના સભ્યો આગેવાનો સહિત રેલ્વે માસ્તર દ્વારા રેલ્વે વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.