હિંમતનગર : રેલવે અંડર બ્રીજમાં અસામાજિક તત્વો દ્વારા કાળી શાહીથી ગાઝા-પેલેસ્ટાઈનના સમર્થનમાં લખાણ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં ગાઝા-પેલેસ્ટાઈનના સમર્થનમાં લખાણ રેલવે અંડરબ્રિજમાં કાળી શાહીથી ‘LONG LIVE GAZA,LONG LIVE PALESTINE’ના સૂત્ર લખાયા હિંમતનગર શહેરના રેલવે અંડર બ્રીજમાં અસામાજિક તત્વો દ્વારા કાળી શાહીથી હીન કૃત્ય કરવામાં આવ્યું છે. જેને લઈને પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માગ છે.

હિંમતનગરમાં બગીચા વિસ્તારમાંથી આંબાવાડી રેલવે અન્ડર બ્રિજમાંથી પસાર થઈને મહાવીરનગર રોજ શહેરીજનો અવર જવર કરે છે. બીજી તરફ અંડર બ્રિજમાં ભીત પર અસામાજિક તત્ત્વો દ્વારા કાળી શાહી વડે રાત્રીના સમયમાં ‘LONG LIVE GAZA, LONG LIVE PALESTINE’નું લખાણ ત્રણ સ્થળે લખવામાં આવ્યું છે.જેને લઈને શહેરમાં શાંતિ ડહોળવા આવી પ્રવૃતિઓ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહી છે. વારંવાર અંડર બ્રિજમાં પહેલાં પણ બીભત્સ લખાણ લખવામાં આવ્યું હતું. જેને સફેદ કલર વડે દૂર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. બીજી તરફ અન્ડર બ્રિજમાં લાઈટો વધુ લગાવીને સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ જેથી શાંતિ ડોળવાની પ્રવૃતિઓ અટકી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.