પાટણ જિલ્લાનું ધો 10 નું 83% પરિણામ : 284 વિધાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો

પાટણ
પાટણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધો 10 એસ એસ સી નું  માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 83 ℅ પરિણામ સાથે 284 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

વિદ્યાર્થીઓએ મોબાઈલમાં ઓનલાઈન અને વોટ્સએપ નંબર પર સીટ નંબર  મોકલી પોતાનું રિઝલ્ટ ઓનલાઈન જોયું હતું.

પાટણના 22 કેન્દ્રમાં 13729  વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી જેમાં પાટણ 84.38, સિદ્ધપુર 79.31, રાધનપુર 76.38 ચાણસ્મા 69.00, કોઇટા 88.38,વાયડ 92.39,ધીનોજ 92.060,હારીજ 81.67,શંખેશ્વર 72.03,વારાહી 49.50,સમી 64.90,બાલીસના 91.20સાંતલપુર 43.45,વડાવલી 84.80,કુંતાવાડા 81.28,કકોશી 86.56,ભીલવાન 87.29,ચવેલી88.21 ડેર 86.82,સરિયદ 91.01,કુણઘેર84.10,રણુજ88.92, પરિણામ જાહેર થયું હતું

બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી.તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. તો કેટલાક વૉસ્ટએપ નંબર સીટ નંબર નાખી પોતાનું રિઝલ્ટ જોયું હતું.

પાટણ જિલ્લામાં ધો. 10 એસ એસ સીનું પરિણામ જાહેર થતાં જિલ્લાના 13729 વિદ્યાર્થીઓ પૈકી 284  વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 1147 વિદ્યાર્થીઓએ A2,2101 વિદ્યાર્થીઓએ B1અને 2816વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 3009 વિદ્યાર્થીઓએ C1 અને 1733 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 155 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.

છેલ્લા ચાર વર્ષ નું પરિણામ જોઈએ તો 2019 માં 59.53 આવ્યું હતું. 2020માં 56.76.આવ્યું હતું અને 2021 માં 100 ટકા પરિણામ હતું કોરોના ના કારણે  2022 માં 54.29 ટકા આવ્યું છે.તો 2023માં 62.17 ટકા પરિણામ આવ્યું હતું.ચાલુ વર્ષે 2024માં 83.00 ટકા પરિણામ જાહેર થયું હોવાનું શિક્ષણ વિભાગ ના સુત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.