મેલુંસણ-શિહોરી હાઇવે પર ગેરકાયદેસર ડીઝલનું વેચાણ કરતા બે ઈસમોને પાટણ SOGએ ઝડપી લીધા

પાટણ
પાટણ

પાટણ એસ ઓ જી પોલીસે મેલુસણ થી શિહોરી જતાં રોડ પર પાર્લરો ઉપર છળ-કપટથી ડીઝલ મેળવી ગેરકાયદેસર રીતે ડીઝ્લનું વેચાણ કરતા બે ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ જિલ્લા પોલીસ વડાએ લોકસભા ચુંટણી-2024 અનુંસંધાને પાટણ જિલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે આર.જી.ઉનાગર I/C પો.ઇન્સ., એસ.ઓ.જી શાખા, પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ.ઓ.જી.શાખા,પાટણ ની ટીમ સરસ્વતી પોસ્ટે. વિસ્તારમા પેટ્રોલીગમાં હતી.

આ દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, ઇસમો (1) દિલીપજી જામાજી ઠાકોર ઉં.વ.25 રહે.કાંસા તા.સરસ્વતી જિ.પાટણ તથા (2) શંકરભાઇ બાબુભાઇ રબારી ઉં.વ.23 રહે મેલુસણ તા.સરસ્વતી જિ.પાટણવાળાઓ મેલુસણ થી શિહોરી જતાં રોડ પર પોતાના પાર્લરો ઉપર છળ-કપટથી ડીઝલ મેળવી જે ડીઝલ કેરબાઓમાં ભરી પોતાના પાર્લરો ઉપર ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે .જે હકીકત આધારે પાર્લરપર રેડ કરતાં બંને ઈસમોને કુલ 130 લીટર ડીઝલ કુલ કિ.રૂ.11700 તથા ટ્રેકટર કિ.રૂ.2,50,000 સાથે બંને ઇસમોને પકડી પાડી સી.આર.પી.સી. 102 મુજબ મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમોને સી.આર.પી.સી. 41 (1)(ડી) મુજબ અટક કરી સરસ્વતી પો.સ્ટે.માં સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ

કુલ 130 લીટર ડીઝલ કુલ કિ.રૂ.11.700/-

ટ્રેકટર કિ.રૂ.2,50,000


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.